સરપંચ ગ્રામજનોની ફરિયાદ બાદ ત્રણ ટ્રેકટર - લોડર ઝડપી લેતી પોલીસ : ખાણખનીજને જાણ કરાઈ ટંકારા : ટંકારા નજીક આવેલ ધ્રુવનગરમાં ભુમાફિયાઓ બેફામ બની ગામના તળાવની ફળદ્રુપ માટીની ચોરી કરતા હોવાની જાણ થતા મહિલા સરપંચ અને ગ્રામજનોએ સાથે મળી ખનીજચોરી અટકાવવા પોલીસને સાથે રાખી ટ્રેકટર - લોડર સહિતનો મુદામાલ પકડાવી દેતા ખનીજ માફિયાઓમાં ફફડાટ મચી ગયો છે. જાણવા મળ્યા મુજબ ટંકારાના ધ્રુવનગર ગામે આવેલ રાજાવડલા તળાવમાં ખનીજ માફિયાઓ દ્વારા ફળદ્રુપ માટીનું ખનન કરવામાં આવતું હોવાથી ગ્રામજનોએ અટકાવવા કોશિશ કરી હતી પરંતુ માથાભારે ખનીજ માફિયાઓએ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ રાખતા મહિલા સરપંચ ગાયત્રીબા જાડેજા મેદાને આવ્યા હતા. વધુમાં ધ્રુવનગર ગામના સરપંચ ગાયત્રીબા જાડેજા અને ગ્રામજનોએ આ મામલે ટંકારા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ત્રણ ટ્રેકટર તેમજ લોડર સહિતના સાધનો કબ્જે કરે ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરી આ મામલે ખાણખનીજ વિભાગને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en\