મોરબી : મોરબીની જ્ઞાનપથ વિદ્યાલયમાં આગામી ૨૬મીએ સ્કિલ એન્ડ સાયન્સ એક્ઝિબિશન યોજવામાં આવશે. જેમાં વિજ્ઞાન પ્રયોગો, અદભુત કલાકૃતિઓ, વેસ્ટમાંથી બેસ્ટ, કલા પ્રદર્શન તેમજ વર્ગ ખંડોનું પ્રદર્શન સહિતના આકર્ષણો ઉભા કરવામાં આવનાર છે. મોરબીના શનાળા રોડ પર ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલ જ્ઞાનપથ વિદ્યાલયમાં આગામી તા. ૨૬ને શનિવારના રોજ સવારે ૯ થી ૧૨ તેમજ બપોરે ૨ થી ૫:૩૦ દરમિયાન સ્કિલ એન્ડ સાયન્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલે તેવા આશયથી આયોજિત આ એક્સપોમાં વિજ્ઞાન પ્રયોગો, અદભુત કલાકૃતિઓ, વેસ્ટમાંથી બેસ્ટ, કલા પ્રદર્શન તેમજ વર્ગ ખંડોનું પ્રદર્શન સહિતના આકર્ષણો રાખવામાં આવ્યા છે.