લુપ્ત થતી જતી માટી કળાથી સર્જ્યા રમકડાં મોરબી : પ્રાચીન સભ્યતાની શોધખોળના ઉત્ખનન દરમ્યાન હજારો વર્ષો પહેલા માટીમાંથી પશુ પક્ષીઓના રમકડાં મળી આવ્યા હતા.જેનાથી એ સાબિત થયું હતું કે પ્રાચીન સભ્યતામાં આ કલાનું સવિશેષ સ્થાન હતું. પરંતુ કાળક્રમે આ કળા લુપ્ત થતી ચાલી હતી. મોરબીની શ્રી નીલકંઠ વિદ્યાલયના બીજા ધોરણમાં ભણતા ભૂલકાઓએ આ માટી કળા ફરી પુનઃજીવિત કરી સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. શાળાના બીજા ધોરણમાં અભ્યાસ કરતા ૩૦ જેટલા નાના ભૂલકાઓએ આશરે પચાસ જેટલી વિવિધ કલાકૃતિઓ માટીમાંથી કંડારી હતી. નાના ભૂલકાઓની આ કળા એન્જીનિયરિંગની કમાલ કરતા જરા પણ ઓછી ઉતરતી ન કહી શકાય. કેમકે આટલી નાની ઉંમરે આવી સૂઝબુજ હોવી એ પણ બિરદાવવા યોગ્ય જ છે. આ માટીની કૃતિઓને એક થી બાર ધોરણના વિદ્યાર્થીઓને નિહાળવા માટે પ્રદર્શન અર્થે ગોઠવવામાં આવનાર છે.તેમજ આવનારા પ્રજાસત્તાક દિવસે આ કૃતિઓમાંથી પ્રથમ થી તૃતીય આવનાર વિદ્યાર્થીઓનું શિલ્ડ તેમજ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવનાર છે એમ શાળા સંચાલક યાજ્ઞિકભાઈ ઘમાસણાએ જણાવ્યું હતું. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en