પુત્રને માર મારતા સમજાવા ગયેલા પિતાને પણ કર્યા હડધૂત મોરબી : મોરબીના જોધપર ગામે આવેલી ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયમાં ઇટીઓ પીટીઓ રમત રમી રહેલા વિધાર્થીને આ શાળાની હોસ્ટેલના ગૃહપતિએ પ્લાસ્ટિકના પાઇપથી માર માર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.જોકે પુત્રને માર મારતા સમજાવવા ગયેલા પિતાને પણ ગૃહપતિએ હડધૂત કર્યા હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા દીપકભાઈ દલાભાઈ રાઠોડએ મોરબીના જોધપર ગામની સીમમાં આવેલ ઉચ્ચ માધ્યમિક વિધાલયની હોસ્ટેલના ગૃહપતિ ભાવેશભાઈ કંઠેસરિયા સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી કે,તેમનો પુત્ર કલ્પેશ જોધપર ગામની આ શાળામાં ભણે છે અને ગઈકાલે સવારના 10 વાગ્યાની આસપાસ તે અન્ય વિદ્યાર્થીઓની સાથે શાળામાં ઇટિયો પિટિયો ની રમત રમતો હતો.આ વાતથી ગુસ્સે થઈને હોસ્ટેલના ગૃહપતિએ વિધાર્થી કલ્પેશને પ્લાસ્ટિકના પાઇપથી આડેધડ માર માર્યો હતો.જેમાં ઇજા પામેલા વિધાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પુત્રને માર મારતા પિતા દીપકભાઈ ગૃહપતિને સમજાવવા ગયા હતા. પરંતુ ગૃહપતિએ તેમને પણ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. આથી તેમણે આ બનાવ અંગેની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાવતા આ બનાવની વધુ તપાસ એસ.સી એસ.ટી.સેલના ડી.વાય.એસ.પી.આર.કે પટેલ ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en