મોરબી વેસ્ટર્ન રેલવે એમલોયઝ યુનિયનની રજુઆતને પગલે લેવાયેલો નિર્ણય મોરબી : મોરબી વેસ્ટર્ન રેલવે એમલોયઝ યુનિયન દ્વારા કરવામાં આવેલ રજૂઆતના પગલે ક્રિષ્ના હોસ્પિટલમાં રેલવે ૩૦૦ થી વધુ ચાલુ અને અન્ય રીટાયર્ડ કર્મચારીઓ આરોગ્ય લક્ષી તમામ સારવારનો લાભ લેવા માટે મંજુરી આપવામાં આવી છે.પહેલા રેલવેના તમામ કર્મચારીઓ અને તેના પરિવારોને રેલવે તંત્ર દ્વારા આપવામાં આવતી ફ્રી હોસ્પિટલની સુવિધાઓ માટે અમદાવાદ અને રાજકોટ સારવાર અર્થે જવું પડતું હતું જે હવે તમામ સારવાર મોરબી ખાનગી હોસ્પિટલમાં થઈ શકે આ નિર્ણય થી રેલવે ના કર્મચારીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે મોરબી જીલ્લો બન્યા બાદ અનેક સુવિધાઓથી વંચિત છે જેમાં મોરબી રેલવે કર્મચારીઓ માટે લાંબી વાટાઘાટ બાદ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન ની રજૂઆતો ને ધ્યાને લઇ અને મોરબીમાં ફરજ બજાવતા રેલવેના તમામ નાના મોટા કર્મચારીઓ ને હવે મોરબી શહેરમાં આવેલી ક્રિષ્ના મલ્ટીસ્પેશિયલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવી શકે એ માટે લિલી ઝંડી આપી દેવામાં આવી છે આજનદીન સુધી રેલવે ના કર્મચારીઓ ને રેલવે દ્વારા આપવામાં આવતી ફ્રી સારવાર ના લાભ માટે અમદાવાદ અને રાજકોટ લાબું થવું પડતું હતું પરંતુ હવે એ ધક્કો મટી અને મોરબી ખાતે મંજુર થતાં ૩૦૦ કર્મચારીઓના પરિવારો તેમજ રીટાયર્ડ કર્મચારીઓ ના પરિવારો સહિત અનેક લોકો તેનો લાભ મેળવશે મોરબી ખાતે રેલવેના કર્મચારીઓ ને સારવાર માટે મજુરી મળે એ માટે રેલવે ના જીએમ, પીએનેમ,ડીઆરએમ તથા વેસ્ટર્ન રેલવે એમલોયઝ યુનિયન દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ને ધ્યાને લઇ રેલવે તંત્ર દ્વારા મોરબી ખાતે મંજૂરી આપી દેવાતા રેલવે કર્મચારીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છ. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en