મહિલાઓની સંકટ સમયની સાંકળ જેવી ૧૮૧ની ટિમને મોરબી જિલ્લામાં મળ્યો બહોળો પ્રતિસાદ મોરબી : મહિલાઓને ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની સમસ્યાઓના કિસ્સામાં તાત્કાલિક બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલા લક્ષી યોજનાઓની જાણકારી ૧૮૧ હેલ્પલાઇનની મદદ થી પુરી પડાઈ રહી છે.આ હેલ્પલાઇનનું અમલીકરણ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે. આ સેવાની શરૂઆતથી જ શોષિત તેમજ પીડિત મહિલાઓ દ્વારા તેનો ભરપૂર લાભ લેવામાં આવી રહ્યો છે.આ સેવાને મળેલા સકારાત્મક પ્રતિભાવોને ધ્યાને લઇ ૮ માર્ચ ૨૦૧૫ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજથી રાજ્યવ્યાપી કરવામાં આવી હતી. ચાર વર્ષના ગાળામાં પાંચ લાખ કરતા વધુ મહિલાઓને સંકટના સમયે ઉગારવામાં તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આ સેવાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.આ સેવાના કારણે મહિલાઓમાં અન્યાય સામે લડવાની હિંમત ઉપરાંત સ્વ હક્ક અંગેની જાગૃતિ આવી હતી. મોરબી જિલ્લામાં આ સેવાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૮૧ અભયમ સેવાનો રેકોર્ડ નોંધનીય રહ્યો છે.જેમાં ૧) મહિલાઓને સલાહ સુચન અને માર્ગદર્શન માટે ૭૮૯૪ કોલ રિસીવ કરવામાં આવ્યા ૨) ટેલિફોનિક પરામર્શ દ્વારા સમસ્યાઓનું સમાધાન તેમજ અન્ય માહિતી માટેના ૧૮૭૫ કોલ.. ૩) મહિલા સમસ્યા માટે ઘટના સ્થળે રેસ્ક્યુ વેન મોકલવાના ૬૦૧૯ કેસ ૪) સમાજ, ગામના આગેવાનો તેમજ કુટુંબના સભ્યો સાથે પરામર્શ કરી સ્થળ પર સમાધાનના ૧૧૩૩ કેસ.. ૫) મહિલાઓની ગંભીર સમસ્યાને ધ્યાને લઇ અન્ય સંસ્થા કે લાગતા વળગતા વિભાગ સુધી કાર્યવાહી માટે પહોંચાડવાના ૬૦૬ કેસો જેવી અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવેલી હતી. ઉપરોક્ત કાર્યવાહીને બિરદાવવા માટે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પુરી અભયમ ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.તેમજ આ પ્રસંગે કેક કાપી કરેલી કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહિલાઓ ક્યાં ક્યાં પ્રકારની મુશ્કેલીમાં ૧૦૮ અભયમનો સંપર્ક સાધી મદદ મેળવી શકે છે? ૧) મહિલાઓ સાથે થતું શારીરિક, માનસિક, જાતીય, આર્થિક શોષણ અને કાર્ય કરતી હોય તે સ્થળે થતી કોઈ પણ જાતની પરેશાની. ૨) મહિલાઓની શારીરિક, માનસિક કે આરોગ્યને લગતી કોઈ પણ સમસ્યાની સેવા મેળવવા બાબત. ૩) લગ્ન જીવન કે અન્ય સંબંધોમાં ઉપસ્થિત થતા વિખવાદ. ૪) જાતીય તેમજ બાળ જન્મને લગતી કોઈ પણ સમસ્યા હોય તેમાં મદદ માટે. ૫) મહિલા કાયદા -કાનૂનની જોગવાઈની બાબતોની પ્રાથમિક જાણકારી માટે. ૬) આર્થિક ઉપાર્જન અને રોજગારી કે વ્યવસાયના પ્રશ્નો અંગે સમાધાન મેળવવા માટે મહિલાઓ ૧૦૮ અભયમ સેવાનો ૨૪ કલાક ઉપીયોગ કરી શકે છે મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en