4 દિવસના સરકારી કામકાજ માટેના વચગાળા જામીન પુરા થતા ધારાસભ્ય જેલમાં હાજર થયા મોરબી : સિંચાઈ કૌભાંડમાં જેલ હવાલે રહેલા હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સબરીયા અગાઉ સરકારી કામકાજ માટે 4 દિવસના વચગાળાના જમીન પર છૂટ્યા હતા.આજે 4 દિવસના વચગાળાના જામીન પુરા થતા ધારાસભ્ય જેલમાં હાજર થયા હતા. મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજનામાં થયેલા મહાકૌભાંડમાં મુખ્ય આરોપીઓ પાસેથી કથિત લાંચ લેવાના આરોપસર હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાની અગાઉ એ ડિવિજન પોલીસે ધરપકડ કરી હતી.ત્યારબાદ તેમને જેલહવાલે કરવા આવ્યા હતા. આ સિંચાઈ કૌભાંડમાં જેલહવાલે રહેલા મુખ્ય આરોપી નિવૃત કાર્યપાલક ઈજનેર સી.ડી.કાનાણી અને ચૈતન્ય જયંતિલાલ પંડયા તેમજ મજુર મંડળીના ભરતભાઇ રાઠોડ અને ગણપતભાઈ રાઠોડ વિરુદ્ધ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.આ દરમ્યાન સિંચાઈ કૌભાંડમાં છેલ્લા ત્રણ માસમાં જેલમાં રહેલા ધારાસભ્યને કલેકટર સાથે અગત્યની બેઠક હોવાથી તેમને વચગાળાના 4 દિવસના જમીન મળ્યા હતા. આજે 4 દિવસના વચગાળાના જામીન પુરા થતા ધારાસભ્ય મોરબી સબજેલમાં હાજર થતા તેમને જેલહવાલે કરી દેવામાં આવ્યા હતા. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en