મોરબી : આવતી ૨૬ જાન્યુઆરીના રોજ ભારતનો ૭૦મો પ્રજાસત્તાક દિવસ છે. વિવિધ સરકારી કચેરીઓ તેમજ શાળા કોલેજોમાં આ દિવસે ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે ત્યારે શ્રી મોરબી તાલુકાની શ્રી બિલિયા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિવસ ઉજવવાની ત્યારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તાલુકા કક્ષાની આ ઉજવણીમાં ધ્વજવંદનના કાર્યક્રમની સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૯ કલાકે આયોજિત થનાર તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહી વિદ્યાર્થીઓમાં દેશ હિતની ભાવના પ્રબળ બનાવવા તેમજ પ્રોત્સાહિત કરવા શાળાના આચાર્ય કિરણકુમાર કાચરોલા સહિતના શાળા પરિવારે દેશપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en