સાત મહિના ઉંમર ઘટતી હોવા છતાં સમૂહલગ્નમાં કન્યા પરણાવવાની કોશિશ નાકામ મોરબી : આજ રોજ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી દ્વારા ખારી ત્રાજપર વિસ્તાર મા યોજાનાર બાળલગ્ન ને અટકાવવામાં આવ્યા હતા. મોરબી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે મળેલ બાતમીના આધારે ત્રાજપર ખારી વિસ્તારમા દિકરીના લગ્ન બોટાદ જિલ્લા ખાતે આગામી તા.૨૫ના રોજ યોજાનાર હોય તૈયારી ચાલતી હોવાની વિગતો મળતા તપાસ કરવા આવી હતી. સમુહલગ્નમાં નાની ઉંમરની કન્યાના લગ્ન સંદર્ભે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.એફ.પીપલીયા તેમજ પ્રોબેશન ઓફિસર એસ.વી.રાઠોડ, તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમના વિપુલભાઈ શેરશીયા, રંજનબેન મકવાણા, ઈશાબેન સોલંકી તેમજ બી ડિવિઝન પોલિસને સાથે રાખી, દિકરીના ઘરે તપાસ કરતા દિકરીની ઉમર ૧૭ વર્ષ અને ૫ મહીના માલુમ પડતા, આ લગ્ન અટકાવવામા આવેલ તેમજ દિકરી ને રેસક્યુ કરી સરકારી ચિલ્ડ્રન હોમ વિકાસ વિધાલય ખાતે મોકલી આપવામાં આવેલ હતી. આમ તંત્રની જાગૃતતાથી બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en