દેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત ત્રણ પકડાયા મોરબી : મોરબીમાં દારૂ ઢીંચીને ફરતા પાંચ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. આ સાથે દેશી દારૂના જથ્થા સાથે એક મહિલા સહિત ત્રણને ઝડપી પાડ્યા હતા. જ્યારે વાંકાનેર પોલીસે પણ એક શખ્સને પીધેલી હાલતમાં પકડ્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબી પોલીસે ત્રાજપરથી નવઘણભાઇ માત્રાભાઇ ગોલતર, મહેશ ઉર્ફે મલો કાથડભાઇ પરમાર, વીસી ફાટક પાસેથી વિહાભાઇ ભલાભાઇ ડાભી, જુના બસ સ્ટેન્ડ પાસેથી મનશુખભાઇ બેચરભાઇ પરમાર, અને જેતપરથી લાલજીભાઇ ઉર્ફે લાલો અમરશીભાઇ માંડલીયાને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. આ સાથે મોરબી પોલીસે પીપળીયા ગામેથી અજીતભાઇ મેઘજીભાઇ સોઢા, રફાળેશ્વરથી કિશોરભાઇ ખીમજીભાઇ લોચા અને ત્રાજપર પાસેથી સવીબેન અવચરભાઇ સનુરાને દેશી દારૂના જથ્થા સાથે પકડ્યા હતા. જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર રોડ પરથી સવજીભાઇ મેપાભાઇ ફીસડીયાને દેશી દારૂ સાથે ઝડપ્યા હતા. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en