મોરબી : મોરબીના સોખડા ગામે આવેલી ફેકટરીમાંમાં થોડા દિવસો પહેલા શ્રમિક દંપતી દાઝી ગયા બાદ રાજકોટ સારવારમાં રહેલી પત્નીએ દમ તોડી દીધો હતો.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર મોરબી તાલુકાના સોખડા ગામના પાટિયા નજીક આવેલ સુકન માઈક્રો મિનરલ કારખાના રહીને મજુરીકામ કરતા પરપ્રતોય દંપતી રાહુલભાઈ કુરમી ઉ.વ.30 અને તેની પત્ની નિર્મળાબેન રાહુલભાઈ કુરમી ઉ.વ.28 ગતતા.18ના રોજ રાત્રીના સમયે દાઝી ગયા બાદ બન્નેને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલી પત્ની નિર્મળાબેનનું ગતમોડી રાત્રે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવની તાલુકા પોલીસની પ્રાથમિક તપાસ બનાવ આપઘાતનો હોવાનું તારણ નીકળ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પત્નીએ કોઈ કારણોસર જાતે કેરોસીન છાંટીને દાઝી ગયા બાદ તેને બચાવવા જતા પતિ પણ દાઝી ગયો હતો.અને સારવાર દરમ્યાન પત્નીનું મોત નિપજતા તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en