વાંકાનેર : મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શનથી વાંકાનેર સીટી પીઆઇ એમ.બી ઝાલા, પી.એસ.આઈ આર. પી. જાડેજા તેમજ વાંકાનેર સીટી પોલીસ દ્વારા રાતીદેવરી ગામે સીમ વિસ્તારમાં ચાલતી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપી પાડેલ છે અગાઉ પણ વાંકાનેર સીટી પોલીસે શહેર વિસ્તારમાંથી તમાકુની ફેક્ટરી ઝડપી હતી આ ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપાતા વાંકાનેર પંથકમાં તમાકુના વેપારીઓમાં ફફડાટ મચી ગયેલ પોલીસે ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે [gallery size='medium' ids='44117,44118']