વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં થયેલ મતદાનની ગણતરી આજે થઈ હતી, ગણતરી મુજબ કોઠી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે જાહિદાબેન યાકુબભાઈ બાદી પૂર્વ સરપંચ રોશનબેન સામે વિજેતા થયા છે. ચંદ્રપુર ગ્રામ પંચાયતમાં હરિશ્ચંદ્રસિંહ નવુભા ઝાલા તેમના નજીકના હરીફ જલાલભાઈ શેરસિયા સામે 64 મતે વિજેતા થયા છે. ચંદ્રપુરમાં યુવા ઉમેદવાર મોયુદ્દીન શેરસિયાએ પણ ખૂબ સારો દેખાવ કર્યો હતો. મોયુદિનને 1062, જલાલભાઈને 1138 અને હરિશ્ચંદ્ર સિંહને 1202 મત મળ્યા છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en