મોરબી : મોરબી ખાતે આવેલી એલિટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં બી.એસ.સીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તા.૧૮/૧/૨૦૧૯થી બે દિવસીય સ્પોર્ટસ ડેનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રમતોત્સવને સંસ્થાના પ્રમુખ કલોલા સાહેબ તથા પ્રીન્સીપાલ ભાવેશભાઈ ચાડમીયા દ્રારા મશાલ રેલી પ્રગટાવીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ રમોત્સવમાં વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ૩૦થી વધુ રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રમતના અંતે જે વિદ્યાર્થીઓએ વ્યક્તિગત રમતમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવ્યા છે તેમને ૨૮-૦૧-૨૦૧૯ના રોજ સિલ્ડ અને સર્ટીફિકેટ એનાયત કરવામાં આવનાર છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en