મોરબી-વાંકાનેર કચ્છી ભાનુશાળી મિત્ર મંડળે કલેકટરને આવેદન આપ્યું મોરબી : કચ્છના ભાજપના દિગજ્જ નેતા જયંતિભાઈ ભાનુંશાળીના હત્યાના હીંચકારી બનાવમાં સીટ દ્વારા થઈ રહેલી તપાસ સામે શંકા વ્યક્ત કરી હત્યારાઓ સામે કોઈ કાર્યવાહી ન થતું હોવાનું જણાવીને મોરબી વાંકાનેર કચ્છી ભાનુશાળી મિત્ર મંડળે આ અંગે કલેકટરને આવેદન આપી હત્યારાઓને તત્કાળ ઝહપી કડક સજા અપાવવાની માંગ કરી છે. મોરબી વાંકાનેર કચ્છી ભાનુશાળી મિત્ર મંડળે કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું હતું કે કચ્છના ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની 7 જાન્યુઆરીએ ચાલુ ટ્રેનમાં હીંચકારી હત્યા કરવામાં આવી હતી.રાજકીય અદાવતને કારણે તેમની હત્યા થઈ હોવાનું સ્પષ્ટ બન્યું છે.જોકે આ હત્યાના બનાવ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતનાએ આ બનાવને કડક શબ્દોમાં વખોડી કાઢીને તાત્કાલીક સીટની રચના કરીને તપાસનો દૌર ચાલુ કર્યો હતો.પરંતુ તપાસ એજન્સીઓ દ્વારા થઈ રહેલી 12 દિવસની તપાસમાં કાર્ય પધ્ધતિ પર શંકા ઉપજાવે તેમ છે.કારણ કે એફ.આઈ. આર. માં નોંધાયેલા આરોપીઓ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.તેથી આ હત્યાના બનાવની નિષ્પક્ષ તપાસ કરાવીને હત્યારોઓને તાત્કાલીક ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en