વાંકાનેર : વાંકાનેરમા તસ્કરો ઓટો રીક્ષા ઉઠાવી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના મિલપ્લોટમાં આવેલ શાંતિનગર સોસાયટીમાં ઘરની બહાર પાર્ક કરેલ બજાજ ઓટો રીક્ષા નં. જીજે ૩૬ યુ ૩૧૩૪ કોઈ અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા હતા. આ મામલે રાજેશભાઇ ગોવિંદભાઇ હીરાણીએ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en