રોંગ સાઈડમાં પિકઅપ બોલેરો ચલાવી રહેલો ચાલક ફરાર : રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત વાંકાનેર: મોરબી વાંકાનેર હાઇવે પર વાંકાનેર નજીક આવેલા રાણેકપર ગામના પાટિયા સામે રોંગ સાઈડમાં ઘસી આવેલ બોલેરો કારના ચાલકે સામેથી આવતી પ્યાગો રિક્ષાને જોરદાર ટક્કર મારતા રીક્ષા ધસડાઈને રોડથી નીચે ઉતરી જઇ પલટી ગઈ હતી. અકસ્માતમાં રીક્ષા ચાલકને ફેક્ચર જેવી નાની મોટી ઇજા સાથે હોસ્પિટલ ખસેડાયો છે જ્યારે અકસ્માત સર્જી બોલેરો ચાલક નાસી જતા વાંકાનેર સીટી પોલીસે ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા રણછોડ પોપટ ચાવડા ઉં. વ.૪૫ પોતાની પ્યાગો રીક્ષા નં. GJ 03 AZ 9796 લઈને મોરબી વાંકાનેર હાઇવેના રાણેકપર ગામ પાસેથી પોતાની સાઈડમાં પસાર થતા હતા ત્યારે સામેથી રોંગસાઈડમાં પુરપાટ વેગે ઘસી આવેલી પિકઅપ બોલેરો કાર નં. GJ 33T 2398ના ચાલકે રિક્ષાને સામેની સાઈડેથી જોરદાર ટક્કર મારી હતી.આ ટક્કરને કારણે રીક્ષા રોડ ઉપર ઘસડાઈને રોડથી નીચે ઉતરીને પલટી ગઈ હતી.અકસ્માત થયા બાદ બોલેરો ચાલક સ્થળ ઉપરથી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત રીક્ષા ચાલકને હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યાં તેને હાથ, પગ, કમર તેમજ કપાળ ઉપર નાની મોટી ઇજાની સારવાર દરમ્યાન ફેક્ચર જેવી ઇજા થઇ હોવાનું પણ જાણવામાં આવ્યું હતું. રીક્ષા ચાલકે બોલેરો પિકઅપના અજાણ્યા ડ્રાયવર સામે બેફિકરાઇથી રોંગ સાઈડમાં વાહન ચલાવીને અકસ્માત કરીને નાસી જવાની ફરિયાદ લખાવી છે. વાંકાનેર સીટી.પો.સ્ટેના એ.એસ.આઈ. પી.એમ.સોલંકીએ નાસી છૂટેલા બોલેરો ચાલકને ગાડી નંબરના આધારે ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en