મોરબી : મોરબી તાલુકાની મોટા દહીંસરા કન્યા પ્રાથમિક શાળામાં રમતોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષિકાઓ માટે પણ વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામે ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લઈને રમતોત્સવને સફળ બનાવ્યો હતો. મોટા દહીંસરા કન્યા પ્રાથમિક શાળા માં રમતોત્સવ ઉજવાયો હતો. જેમાં ધોરણ 1 થી 8 ના કન્યા અને કુમાર મળી 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ચાંદલા ચોડ, ફુગ્ગા ફોડ,સ્લો સાઇકલ,ગ્લાસ ગોઠવણ,સિક્કા ગોઠવણ,બીજી અન્ય વન મિનિટ જેવી રમતો યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓની રમત પૂર્ણ થયા બાદ મહિલા શિક્ષિકાની વન મિનિટની રમત યોજાઈ હતી જેમાં વિદ્યાર્થી ને અતિ આનંદ થયો હતો.દરેક રમતમાં નંબર આપીને વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્ર ૨૬મી જાન્યુઆરીએ આપવામાં આવશે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en