ટંકારા : ટંકારાના હરબટીયાળી ગામે યુવતીએ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના હરબટીયાળી ગામે રહેતા સોનલબેન ભરતભાઈ છગનભાઈ ઝાપડા (ઉ. વ. ૨૭)એ આજે બપોરના ૨ વાગ્યાના અરસામાં પોતાના ધરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ મામલે ટંકારા પોલીસે નોંધ કરી યુવતીના આપઘાત પાછળનું કારણ શોધવા માટે તપાસ આદરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en