ટંકારા: મહિલા સરપંચના પુત્રના આર્યસમાજ વિધિથી લગ્ન યોજાયા ટંકારા : ટંકારાના મહીલા સરપંચ નિશાબેન ત્રિવેદી તથા માજી સરપંચ કાનાભાઇ ત્રીવેદીના સુપુત્ર ચી.નિલકંઠના લગ્ન આર્ય સમાજ વિધીથી યોજાઈ હતા.જેમાં રાજકીય નેતાઓ સાથે સામાજિક કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ લગ્નની વિશેષતા એ હતી કે, કન્યાપક્ષવાળા જાન લઈને વરપક્ષને ત્યાં આવ્યા હતા અને જાન બેન્ડ બાજા સાથે બજાર માં ફરી હતી. સમાજમાં દીકરા - દીકરીને સમાન જોવા માટે આમ તો ઘણી વાતો થાય ચજે પરંતુ ટંકારામાં આ વાત પ્રત્યક્ષ રીતે સાબિત થઈ છે, સરપંચ નિશાબેન ઘમેન્દ્રકુમાર ત્રિવેદીના લાડકવાયા નિલકંઠના લગ્ન ઈસાનિ સાથે મહષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ખાતે આયૅ સમાજ વિઘિથી વૈદિક પરંપરા મુજબ યોજવામાં આવ્યા હતા જેમા સરપંચના પુત્રના આ રૂડા અવસરે નવવધુને આશિર્વાદ આપવા પંથકના નામી અનામી હસ્તી હાજર રહ્યા હતા અને નવવધુને આશિર્વાદ આપ્યા હતા આ તકે નાફેડના ચેરમેન વાઘજીભાઇ બોડા ,રાજકોટ સાંસદ મોહનભાઈ કુડારીયા. ટંકારા પડધરી ધારાસભ્ય લલીતભાઇ કગથરા, મોરબીના ધારાસભ્ય બિજેસ મેરજા, રાજવી પરિવારના ધુર્વકુમાર જાડેજા, માજી MLA બાવનજીભાઇ મેતલીયા તા.પ.કારોબારી અઘ્યક્ષ ભુપેન્દ્રભાઈ ગોઘાણી ભાજપના અંગણી જયોતીસિહ જાડેજા, ભવાનભાઈ ભાગીયા અને અરવિંદ બારૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ લગ્નની વિશેષતાએ હતી કે દિકરી વાળા જાન લઈ દીકરાના ધેર આવ્યા હતા અને ટંકારાના રાજમાર્ગ પર રીતસર બેન્ડ બાજા સાથે બારાત નિકળી હતી જે સ્ત્રી સમાનતા અને સન્માન માટે નવો પ્રયાસ કરી સમાજને દીકરા - દીકરી વચ્ચે સામ્યતા જોવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en