બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું : 50 લોકોએ વ્યસનમુક્તિના સંકલ્પ લીધા : શેક્ષણિક માર્ગદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદ કાર્યક્રમો યોજાયા મોરબી : માળીયાના વવાણીયા ગામે તાજેતરમાં રામબાઈમાં ધ્યાન કુટિરનું લોકાર્પણ આવ્યું છે. આ પાવન અવસરે સમાજ વ્યસન મુક્તિ બની શિક્ષણ ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરે તે માટે વ્યસનમુક્તિ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ, શેક્ષણિક માર્ગદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. માળિયાના વવાણીયા ગામે ચાલતા માતૃશ્રી રામબાઈમાં અન્નક્ષેત્ર ખાતે તા 20ને રવિવારે રામબાઈમાં ધ્યાન કુટિરના લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાવન અવસરે સમાજ ઉપયોગી અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજકોટની લાઈફ બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કૅમ્પ યોજાયો હતો.જેમાં યુવાનો, વડીલો સહિત મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. યુવા શિબિરમાં સરસ્વતી નિકેતન જોધપર નદીના ભણદેવજી મહારાજ તથા ડો.સતિષ પટેલ શેક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું. બાદમાં માતૃશ્રી રામબાઈમાં ધ્યાન કુટિરનું શાસ્ત્રી હસુભાઈ પંડયા દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી લોકાર્પણન કરવામાં આવ્યું હતું..બપોરે 12 વાગ્યે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આહીર યુવક રસ મંડળ માયુરનગર શ્રી કૃષ્ણ રાસ મંડળ મોટા દહીંસરા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ ઉપરાંત બપોર પછીના યુવા શિબિરમાં ડે. કલેક્ટર આશિષ મિયાત્રા તથા અન્ય મહાનુભવો માર્ગદર્શન આપ્યું હતું.આ તકે સમાજને વ્યસનમુક્ત કરવા માટે વ્યસનમુક્તનો કેમ્પ યોજાયો હતો જેમાં 50 જેટલા લોકોએ વ્યસનમુક્તિ સંકલ્પ લીધા હતા. આ કાર્યક્રમોનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લાભ લોધો હતો. આ કાર્યક્રમોને સફળ બનાવવા મંદિરના મહંત જગન્નાથ બાપુ, પ્રભુદાસજી અને કિશનદાસજીના માર્ગદર્શન હેઠળ યુવાનો અને વડીલો સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.