મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે સામાકાંઠે આવેલા ત્રાજપર ખારી વિસ્તારમાં જુગારની રેડ કરી ત્યાં જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલાને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઉપરાંત બીજા જુગારના દરોડામાં કુલીનગરના જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા. મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે સાંજના સમયે સામાકાંઠે આવેલા ત્રાજપર ખારી વિસ્તારમાં જુગાર રમતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ત્યાં દરોડો પડ્યો હતો. પોલીસે ત્રાજપર ખારી મેઈન શેરીમાં જુગાર રમતી રીનાબેન ભરતભાઇ ગણેશિયા, હંસાબેન પંકજભાઇ મહેતા અને નિમુબેન રાજેશભાઇ સનુરાને ₹ 4800ની રોકડ રકમ સાથે ઝડપી લઈને કાયદેસરની હાથ ધરી હતી. જ્યારે બી ડિવિઝન પોલીસે બીજા જુગારના દરોડામાં વિશિપરા વિસ્તારમાં આવેલા કુલીનગરમાં જુગાર રમતા યાસીન ઉસમાનભાઈ મુસા, હશન સુલેમાનભાઈ, અવેશ અલ્લારખાભાઈ ભટ્ટી, અબ્દુલભાઇ રહીમભાઈ ભટ્ટી, આસિફ હાજી, વસીમ ગફારભાઈ મન્સૂરી,અને સદામ ગુલામભાઈ ભટ્ટીને ₹ 10250 રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en