ગૌરક્ષા રેલી, શસ્ત્ર પૂજન, મહાપ્રસાદ સહીત ની કાર્યક્રમોનું આયોજન મોરબી: મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિર તથા વિરદાદા જશરાજ સેના દ્વારા ગૌરક્ષા માટે શહીદી વહોરી લેનાર વિરદાદા જશરાજના શોર્યદિન તેમને વિવિધ સેવાકીય તથા ધાર્મીક કર્યો કરીને અંજલિ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.અને ગૌરક્ષા રેલી, શસ્ત્રપૂજન તથા મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે. વર્ષો પહેલા લોહારગઢના રાણા વીરદાદા જશરાજ લગ્ન મંડપ મા લગ્ન ના ફેરા ફરી રહ્યા હતા ત્યારે ગાય માતા પર આક્રમણ થયા ના સમાચાર મળતા જ મિંઢોળબંધા વીરદાદા જશરાજ લગ્ન મંડપ ની માળા તોડી ગૌમાતા ની રક્ષા કાજે જંગે ચડ્યા હતા. આ યુધ્ધમા ગૌમાતાની રક્ષા કરતા વીરદાદા જશરાજ શહીદ થયા હતા.આ વીરદાદા જશરાજ નો આગામી તા.૨૨ને મંગળવાર ના રોજ શૌર્યદીન હોય, મોરબી જલારામ મંદીર તથા વીરદાદા જશરાજ સેના દ્વારા ત્રિવિધ્ કાર્યક્રમો નુ આયોજન કરવા મા આવ્યુ છે જે અંતર્ગત સર્વજ્ઞાતિય ગૌરક્ષકો દ્વારા બપોરે ૪ કલાકે શહેર ના જડેશ્વર મહાદેવ મંદીર થી જલારામ મંદીર સુધી ગૌરક્ષા બાઈક રેલી નુ આયોજન કરવા મા આવેલ છે. સાંજે ૬ કલાકે શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદીર ખાતે શસ્ત્ર પૂજન ત્યાર બાદ સર્વજ્ઞાતિય મહાપ્રસાદ ના કાર્યક્રમ નુ આયોજન કરવા મા આવેલ છે. વીરદાદા જશરાજ સમસ્ત ગૌમાતા ની રક્ષા કાજે શહીદ થયા હોય, શહેર ના સમસ્ત ગૌપ્રેમી ભાઈઓ- બહેનો એ ઉપરોક્ત કાર્યક્રમોનો લાભ લેવા અનુરોધ કરાયો છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en