લોકોએ આડશ મુક્યા વિના કરાતી કામગીરી સામે સવાલો ઉઠાવ્યા મોરબી : મોરબી રાજકોટ હાઈવેને ફોરટ્રેક બનાવવાની ચાલી રહેલી કામગીરીમાં નીતિ નિયમોને નેવે મૂકીને મનમાની કરવામાં આવી રહી છે. જેને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત ખોદાયેલા રસ્તાની આસપાસ દિવસે કે રાત્રે પણ દેખાય એવા સાઈન બોર્ડ ઉપરાંત આડશો ન મુકવાથી વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે. આજે શનાળા પાસે હાઇવે ઓથોરિટી દ્વારા ખોદાયેલા ખાડામાં એક ખૂંટીઓ ખાબક્યો હતો. આસપાસના ગ્રામજનો અને રાહદારીઓએ ભારે જહેમતના અંતે આ ખુટિયાને બહાર કાઢ્યો હતો. ખાડાઓની ફરતે આડશો મુકવામાં આવતી નથી જેને લઈને ગંભીર અકસ્માતો થવાની આશંકા વચ્ચે આજે એક અબોલ જીવ ખાડામાં પડતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. આ બનાવ પછી હવે નિંભર તંત્ર જાગે છે કે હજુ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તેવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en