ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ અને પ્રજાપતિ યુવા સંગઠન આયોજિત લગ્નોત્સવમાં ચાર નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબી : ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ અને પ્રજાપતિ યુવા સંગઠનના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૨૭ ને રવિવારના રોજ કંડલા બાયપાસ, કામધેનું પાર્ટી પ્લોટ બાજુમાં ગુર્જર પ્રજાપતિ સમાજના તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમુહ લગ્નમાં ચાર નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડવાના છે. નવદંપતીને આશિર્વચન પાઠવવા સતાધારના જીવરાજબાપુ, પીપળીધામના વાસુદેવ મહારાજ, મોરબીના શિવરામદાસ, હળવદના દલસુખ મહારાજ અને બગથળાનાં દામજી ભગત સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહેશે. સમૂહ લગ્નમાં જોડાનાર તમામ દીકરીઓને કરિયાવરની ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સમૂહ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ અમિતભાઈ મચ્છોયા અને તેની ટીમના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en