નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવશે મોરબી: મોરબીના રવાપર રોડ ખાતે આવેલા નરસંગ ટેકરી મંદિરમાં તારીખ 29 જાન્યુઆરીને મંગળવારે સવારે 9 થી 12 અને સાંજે 3 થી 7 અસાધ્ય રોગોના નિદાન અને સારવાર માટે મફત કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કૅમ્પનું આયોજન ઉત્તરાખંડની એક માત્ર ગૌશાળા 'શ્રી કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળા', કે જેમાં અંધ, વૃદ્ધ ગાયો તથા ગાયમાતાને કસાઈથી બચાવીને ગાય તથા નંદીની સેવા કરતી એક માત્ર સંસ્થા છે, તેના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જાનવી યોગ અને આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ચામડીના રોગો જેવા કે સોરિયાસીસ, જૂનું ખરજવું, જૂનું દાદર, ઢીંચણનો દુખાવો, કમરનો દુખાવો, હાથીપગા, ગેગરીંગ, વેરિકોઝવેન(નસમાં સોજો), નપુંસકતા, અસાધ્ય સ્ત્રી રોગ, અવિકસિત બાળક, ડી એમ ડી, કરોડરજ્જુમાં મણકાનીગાદી ઘસાઈ જવી, માંસપેશીઓના રોગ, પાતળાપણું, હૃદયની નસોમાં બ્લોકેજ, અનિંદ્રા જેવા અનેક અસાધ્ય રોગોની સારવાર કરવામાં આવશે. વધુ માહિતી માટે કેશવભાઈ થોરિયા (9712399990)નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en