મોરબી : હાલના ડીજીટલ યુગમાં દરેક બાળકો મોબાઈલ સાથે ખૂબ નાની વયથી જ કનેક્ટ થઈ જતા હોય છે. ત્યારે વિરપર ગામના એક સેવાભાવી યુવાને બાળકોને મોબાઈલથી થોડી વાર માટે ડિસ્કનેક્ટ કરાવીને વિસરતી જતી રમતોની મોજ કરાવી હતી. ટેકનોલોજી ક્ષેત્રે જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે. તેમ તેમ લોકોનું જીવન ખૂબ સરળ બની રહ્યું છે. બદલાતા જતા આ સમયના પ્રવાહમાં જીવન જીવવાની ગુણવતામાં ઝડપભેર સુધારો આવ્યા કરે છે. ડીજીટલ યુગમાં માનવજાતને અનેક ફાયદા થયા છે. ત્યારે સિક્કાની બે બાજુ હોય તેમાં બીજી બાજુએ માનવજાતને આ ડીજીટલ યુગે અનેક નુકશાન પણ પહોંચાડ્યા છે. હાલના સમયના નાના બાળકો મોબાઈલનો ખૂબ નાની વયેથી જ હદથી વધુ ઉપયોગ કરતા થયા છે. મોબાઈલ અને કમ્પ્યુટરના કારણે જૂની આઉટડોર રમતો વિસરાઈ રહી છે. હાલના બાળકો મેદાનમાં રમાતી રમતો ખૂબ ઓછા પ્રમાણમાં રમે છે. જેની અસર સીધી તેના શરીર પર પડે છે. ત્યારે વિરપર ગામના દાદુ ફાઉન્ડેશનના કુલદીપભાઈ ચાવડાએ શેરીના બાળકોને થોડી વાર મોબાઈલ અને કોમ્યુટરથી દુર રાખીને વિસરતી જતી શેરીની રમતો રમાડીને મોજ કરાવી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en