મોરબી : મોરબીના લખધીરવાસમાં આગામી તા. ૨૪ને ગુરૂવારે ડાક ડમરૂના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાવળદેવ ધર્મેશભાઈ ડાક ડમરૂના તાલે વિવિધ પ્રસતુતિઓ રજૂ કરશે. મોરબીના લખધીરવાસમાં ભવાની ચોક, પોલીસ લાઇન પાછળના ભાગે આગામી તા. ૨૪ને ગુરૂવારે રાત્રે ૯ કલાકે ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાશે. બાપ સીતામાંની ૪૨મી પુણ્યતિથિ નિમિતે આયોજીત આ કાર્યક્રમમાં રાવળદેવ ધર્મેશભાઈ વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરશે. આ કાર્યક્રમમાં પધારવા આયોજક જેન્તીભાઈ દરજીએ નિમંત્રણ પાઠવ્યું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en