શાકમાર્કેટમાં ગટરનો પશ્ન હલ કરવા 60 ફૂટ નો પાઇપ નખાયો : હવે કોઈ ગટરમાં કચરો નાખશે તો તેને ₹ 500 થી 2500 સુધીનો દંડ કરાશે: કલેક્ટરના બંગલા પાસે પણ પાઇપ નાખી ગટરની સફાઈ કરાઈ મોરબી : મોરબીના શાકમાર્કેટમાં છેલ્લા એક મહિનાથી ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા માટે પાલિકા તંત્રએ કમર કસી છે.જેમાં પાલિકા પ્રમુખે સ્થળ પર સતત ત્રણ દિવસ મોનિટરિંગ કરીને શાકમાર્કેટમાં ગટરની સફાઈ કરાવી હતી.સફાઈ દરમ્યાન ગોદડા અને વાસી શાકભાજી ભરેલા પ્લાસ્ટિક સહિત 20 જેટલા ટ્રેક્ટરો ભરાય તેટલો કચરો નીકળ્યો હતો.તેથી પાલિકા તંત્રએ હવે કોઈ ગટરમાં કચરો નાખશે તો તેને ₹ 500 થી માંડીને 2500 સુધીનો દંડ કરવાનું જણાવ્યું છે.પાલિકા તંત્રે કલેકટરના બંગલા પાસે પાઇપ નાખી ઉભરાતી ગટરની પણ સફાઈ કરી હતી. મોરબીના હાર્દ સમાં શાકમાર્કેટમાં છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગટરની ગંદકી ઓવરફ્લો થવાનો સળગતો પ્રશ્ન હતો. ગટર ઉભરવાથી વેપારીઓના વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા હતા. શાકમાર્કેટના વેપારીઓની ગટર પ્રશ્ને સતત રજુઆતને પગલે પાલિકા તંત્રએ આ ગટરનો પ્રશ્ન હલ કરવા આળસ ખખેરી છે. અને પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરાએ શાકમાર્કેટમાં ગટરનો પ્રશ્ન હલ કરવા સતત ત્રણ દિવસ સુધી સ્થળ પર મોનીટરીંગ કરીને ભારે કચરાથી ચોંકઅપ થયેલી ભૂગર્ભની કુંડીની સફાઈ કરવી હતી.જેમાં ત્રણ દિવસમાં ગટરની સફાઈ દરમ્યાન ત્રણ ગોદડા, પ્લાસ્ટીકની કોથળીમાં ફેંકી દેવાયેલા દુર્ગંધ મારતા સડેલા શાકભાજી સહિત 20 ટેક્ટર ભરાઈ તેટલો કચરો ગટરમાંથી નીકળ્યો હતો અને ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા શાકમાર્કેટમાં પાછળના ભાગેથી નહેરુગેટ ચોક સુધી 60 ફૂટનો પાઇપ નાખી દીધો છે.ગટરમાંથી નીકળેલો વાસી શાકભાજી સહિતનો કચરો આજુબાજુના નાના મોટા શાકભાજીના ધંધાર્થીઓએ નાખ્યો હોવાનું જણાતા પાલિકા પ્રમુખે ગટરમાં કચરો ફેંકતા જવાબદારો સામે લાલ આંખ કરી છે અને હવે કોઈ ગટરમાં કચરો ફેકશે તો તેને 500 થી 2500 રૂપિયા સુધીનો દંડ ફટકારવાનું જણાવ્યું છે.આ માટે સોમવારથી પાલિકાની સેનિટેશન ટીમ સુપરવિઝન કરશે.આ ઉપરાંત પાલિકા તંત્રએ જિલ્લા કલેક્ટરના બંગલા પાસે પાઇપ નાખી ઉભરાતી ગટરની કુંડીની પણ સફાઈ કરી હતી મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en