મોરબી : મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન હેઠળ ઝંપલાવી એક આધેડે આત્મહત્યા કરતા રેલવે પોલીસ દ્વારા એના પરિવારજનોની માહિતી મેળવવા કવાયત હાથ ધરાઈ છે. આજે સવારે ૧૦:૩૫ કલાકે મોરબી વાંકાનેર ટ્રેન નંબર ૭૯૪૫૪ હેઠળ એક આધેડે પડતું મુકતા ઘટના સ્થળે જ એમનું કમકમાટી ભર્યું મોત થયુ હતું. મૃતકની તપાસ કરતા એમની પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં જણાવ્યાનુસાર બીમારીથી કંટાળી તેઓ આ પગલું ભરી રહ્યાનું જણાવ્યું હતું. નોટમાં લખેલી ઓળખ પ્રમાણે મૃતક શેરી નંબર ૪, ચિત્રકૂટ સોસા. જી આઈ ડી સી પાછળ, શનાળા રોડ , મોરબી ખાતે રહેતા જીવરાજ પટેલ હોવાનું જાણવા મળેલ છે. ચિઠ્ઠીમાં પુત્ર રાહુલનું નામ અને મોબાઈલ નંબરના આધારે રેલવે પોલીસે મૃતકના પરિજનો સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en