મોરબી : મોરબીના ચાંચાવદરડા પાટીદાર સોશ્યલ ગ્રુપ દ્વારા આગામી તા. ૧૩ના રોજ વિનાયક હોલ ખાતે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભોજન સમારંભ અને તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ પણ યોજવામાં આવશે. મોરબીના ચાંચાવદરડા પાટીદાર સોશ્યલ ગ્રૂપના સ્થાપનાને ૧૧ વર્ષ પૂર્ણ થતાં આગામી તા. ૧૩ને રવીવારના રોજ શનાળા રોડ પર આવેલ વિનાયક હોલ ખાતે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાનાર છે. જે દરમિયાન સાંજે ૪ કલાકે ભોજન સમારંભ યોજાશે. આ સાથે ધો. ૧૦ના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ તેમજ ધો. ૧૨ના તમામ પ્રવાહના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ ઇનામો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવશે.