વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાની વોર્ડ નંબર ૬ ની ખાલી પડેલ જગ્યા પર પેટા ચૂંટણીનું આજે જાહેરનામું પ્રસિદ્ધ થયેલ છે. આ બેઠક સામાન્ય સ્ત્રી માટે અનામત છે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૨/૧/૧૯ બપોરે ત્રણ કલાક સુધી રહેશે. ઉમેદવારી પત્ર ચકાસણી ૧૫/૧/૧૯ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાખવામાં આવેલ છે તેમજ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની તારીખ ૧૬/૧/૧૯ બપોરે ત્રણ કલાક સુધી રહેશે. મતદાન તા. ૨૭/૧/૧૯ ના રોજ યોજાશે. મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે વાંકાનેર પ્રાંત અધિકારી વસાવાસાહેબ અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારી ગઢવી સાહેબ દ્વારા આ સમગ્ર ચૂંટણી યોજાશે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en