ગેરકાનૂની પ્રવૃત્તિ અટકવવા માટે કડક પગલા ભરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને જનતા જોગ સંપર્ક નંબર જાહેર કરતા પીઆઇ વાંકાનેર : વાંકાનેર સીટી પીઆઇ તરીકે એમ.વી. ઝાલાની નિમણૂક કરવામાં આવી છે. તેઓએ શહેરમાં ગેરકાનૂની પ્રવૃતિઓ અટકાવવા માટે કડક પગલાં ભરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને જાહેર જનતા જોગ પોતાના સંપર્ક નંબર પણ આપ્યા છે. વર્ષ ૧૯૮૦માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોલીસ વિભાગમાં ભરતી થઈ ઉતરોત્તર પ્રમોશન મેળવી હાલ પીઆઇ તરીકે હોદ્દો સંભાળનાર મૂળ કોંઢ ગામના વતની એમ.વી. ઝાલાએ હાલમાં વાંકાનેર સીટી પીઆઇ તરીકે ચાર્જ સંભાળ્યો છે. સ્વભાવના સરળ અને શાંત પરંતુ ગુનેગારો માટે કડક એવા એમ.વી. ઝાલા અગાઉ પણ વાંકાનેર સીટી પી.એસ.આઇ. તરીકે વર્ષ ૨૦૧૫ માં કામગીરી કરેલ હોવાથી વાંકાનેર ની ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિથી તેઓ વાકેફ છે. વાંકાનેરના વિદ્યાર્થીનીઓ, મહિલાઓ અને જનતાને તેમણે સંદેશ આપ્યો છે કે વાંકાનેરની બજારોમાં, સ્કુલ-કોલેજ, બસ સ્ટેન્ડ કે અન્ય વિસ્તારમાં જો કોઈ રોમીયોગીરી કરે તો વિના સંકોચે તેમને મોબાઇલ પર ફોન કરી શકે છે. આ ઉપરાંત વાંકાનેરના કોઈ પણ વિસ્તારમાં જો કોઈ કાયદા વિરુદ્ધ કામ થતું હોય કે અન્ય કોઈ બનાવ સંદર્ભે જનતા તેમના મોબાઈલ નંબર 8758850160 પર માહિતી આપી શકે છે માહિતી આપનારનું નામ ગુપ્ત રહેશે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en