૧૨૧ બોટલ રક્ત એકત્ર કરાયું : ૧૫ બ્લડપ્રેસર અને ૨૦ ડાયાબિટીસના દર્દીઓએ તપાસ કેમ્પનો લીધો લાભ મોરબી : મોરબીના ચાંચાપર ગામે બીપી તથા ડાયાબિટીસના તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૧ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. સાથે ૧૫ બ્લડપ્રેસર અને ૨૦ ડાયાબિટીસના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. મોરબી તાલુકાના ચાંચાપર ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે ડો. દિનેશ પટેલ(પૂજા હોસ્પિટલ) સ્વ. અંબારામભાઈ અવચરભાઈ ભૂતની શ્રદ્ધાંજલિ નિમિતે સંસ્કારધામ મંદિર અને સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ તેમજ આઈએમએના સહયોગથી બીપી તથા ડાયાબીટીસ તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કેમ્પમાં ૧૨૧ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. ઉપરાંત ૧૫ બ્લડપ્રેસર અને ૨૦ ડાયાબિટીસના દર્દીઓએ તપાસ કેમ્પનો લાભ લીધો હતો. આ તપાસ કેમ્પમાં ડો. જયેશ અઘારા, ડો. ચિરાગ અઘારા, ડો. તેજસ પટેલ, ડો. સંજય પટેલ અને ડો. દિલીપ ચૌહાણે સેવા આપી હતી. સાથે દર્દીઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે સદગત આત્માની શાંતિ અર્થે સમસ્ત ગ્રામજનોને ડો. દિનેશભાઈ પટેલ તેમજ તેમના ભાઈઓ દ્વારા સમૂહ ભોજન કરાવવામાં આવ્યું હતું. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en