જાણીતા વકતા શૈલેષભાઇ સગપરિયાએ વાલીઓને આપ્યું માર્ગદર્શન મોરબી : મોરબીની નવયુગ વિધાલય દ્વારા ટાઉન હોલ ખાતે વાલી મીટીંગ અને વાલી જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું. મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા નવયુગ વિદ્યાલય દ્વારા ટાઉનહોલ ખાતે વાલી મીટીંગ અને વાલી જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત વાલીઓને ઉપયોગી અને રસપ્રદ માહિતી જાણીતા વક્તા શૈલેષભાઇ સગપરિયા દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા, ટ્રસ્ટી બળદેવભાઈ, મેનેજીંગ ડાયરેક્ટર નિલેશભાઈ અધારા અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en