મોરબી : મોરબીના સાપર ગામે રાજબાઈ માતા ના મંદિરે આવતીકાલે તારીખ ૬-૧-૨૦૧૯ ને રવિવારે કડવા પાટીદાર સમાજ ના વાઘડિયા અટક ધરાવતા પરિવારોનો સ્નેહ મિલન સમારોહ અને તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ સાથે લોકડાયરાનું આયોજન કરાયું છે કડવા પાટીદાર સમાજના વાઘડિયા અટક ધરાવતા પરિવાર ના કુળદેવી તરીકે માતા રાજબાઇ પૂજાય છે અને તેમનુ સ્નેહ મિલન છેલ્લા પાંચ વર્ષથી રાજબાઈ માતા ના મંદિરે યોજાય છે અને દર વર્ષના જાન્યુઆરી માસના પહેલા રવિવારે યોજવાનો નિર્ણય કર્યો હોય દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે આવતીકાલે જાન્યુઆરી માસના પહેલા રવિવારે આ વાધડિયા પરિવારને મિલન કાર્યક્રમ યોજાશે જેમાં સવારના સમયે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત થશે બાદ નાના બાળકો દ્વારા દેશભક્તિનો સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ લોકડાયરો યોજાશે જેમાં બાબા ગઢવી રાપર કચ્છ લોક સાહિત્યકાર તરીકે અને લાલજીભાઈ વાઘડિયા ભજનીક ભક્તિ અને સાંસ્કૃતિક ની સુરાવલી વહાવશે. જે કાર્યક્રમ દરમિયાન 48 બાળકોના શિક્ષણ મા ઉંચ દેખાવ કર્યો છે તેમને શિલ્ડ આપી સન્માનિત કરાશે આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ રાજબાઈ મંદિરે કરવામાં આવી રહી છે.