મોરબી સહિત ગુજરાત ભરના ડાન્સ સ્પર્ધકો કલાના કામણ પાથરશે મોરબી : ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દારા આગામી 27 જાન્યુઆરીએ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી સહિત ગુજરાત ભરના ડાન્સ સ્પર્ધકો કલાના કામણ પાથરશે . મોરબીમાં પ્રતિવર્ષ ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે.જોકે આ વર્ષે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન અગાઉ અનિવાર્ય સંજોગોને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ હવે આ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશનની નવી તારીખ ફાઇનલ રીતે જાહેર કરવામાં આવી છે.જેમાં આગામી તા.27મી જાન્યુઆરીએ રવિવારે મોરબીના ટાઉનહોલમાં સવારે 10 વાગ્યે આ સ્પર્ધા યોજાશે .અને જે સ્પર્ધકોએ ફોર્મ ભર્યા હોય તેને 10 જાન્યુઆરી સુધીમાં ઓફિસે જમા કરાવી જવા પ્રમુખ લાલજીભાઈ મહેતાની યાદીમાં જણાવાયું છે. વધુ વિગતો માટે મો.ને.98257 90412 ઉપર સંપર્ક કરવો. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en