સરકારી શાળાના શિક્ષકો સહિતના કર્મચારીઓ આણંદ ખાતે કાંડાનું કૌવત બતાવશે મોરબી : સ્વ.બળવંતરાય આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આણંદ ખાતે તા. ૨૧ થી ૨૬ જાન્યુઆરી દરમ્યાન આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાતની જિલ્લા પંચાયતોની ટીમોએ દાવેદારી નોંધાવી છે. આ ટુર્નામેન્ટ અંતર્ગત ભાગ લેનાર મોરબી જિલ્લાના ખેલાડીઓ લજાઈના ક્રિકેટ ગ્રાઉન્ડમાં તા.૭ થી ૧૧ તથા તા.૧૬ થી ૧૮ જાન્યુઆરી દરમ્યાન પ્રેક્ટિસ કેમ્પમાં ભાગ લેશે. મોરબી જિલ્લામાંથી આ માટે ૧૬ જિલ્લા પંચાયતના કર્મચારીઓની ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે. જેમાં ટીમ કેપ્ટન તરીકે ગોહેલ લલિતભાઈ (લક્ષ્મીનગર પ્રા. શાળા. મોરબી), વાઇસ કેપ્ટન તરીકે પટેલ નીતિનભાઈ (નવી કીડી પ્રા. શાળા, હળવદ) તેમજ ટીમ ખેલાડીઓ આંદ્રોજા રોહિત, દાલસાણીયા પ્રશાંત (મોરબી), પટેલ વિશાલ, પટેલ ગૌરાંગ, ગોહિલ વિરેન્દ્રસિંહ, મેરજા મયંક (હળવદ), બળાઇ રાહુલ, વિડજા મયુર, લોખીલ સંજય, જાડેજા દુષ્યંતસિંહ (માળીયા), વૈષ્ણવ મેહુલ (ટંકારા), જુણેજા જાહિદ, પરમાર પ્રતીક, દેત્રોજા વિજયની (વાંકાનેર) પસંદગી કરવામાં આવી છે. આમાં થી અંતિમ ઇલેવન મેચ પહેલા કોચ અને કપ્તાન દ્વારા પસંદ કરવામાં આવશે. આ સમગ્ર કામગીરીના આયોજનમાં સંચાલન માટે લાઇજન ઓફિસર તેમજ ટિમ મેનેજરની જવાબદારી દિનેશ હૂંબલ ( કન્યા શાળા.માળીયા.મી), ટીમના કોચ તરીકે તુષાર બોપાલિયા (મુખ્ય શિક્ષક. માધાપર કુમાર પ્રા. શાળા) તેમજ સ્કોરર તરીકે (પી.સી.આર.સી. નેકનામ, ટંકારાના) ભોરણિયા ભીખાલાલ સેવા આપશે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en