લેસર શો, લાઇટિંગ ડાન્સ ફ્લોર અને લેડી બાઉન્સરની ચાંપતી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યુવાધને ૨૦૧૯ને વેલકમ કર્યું મોરબી : વિતી રહેલા વર્ષ ૨૦૧૮ને વિદાય આપી આવી રહેલા વર્ષ ૨૦૧૯ને ધમાકેદાર આવકાર આપવા મોરબીના આંગણે આગામી ૩૧ ડિસેમ્બરના રોજ રાજકોટ - મોરબી હાઇવે ઉપર ડ્રિમલેન્ડ ફર્નવર્લ્ડ ખાતે લાસ્ટ બીગેસ્ટ પાર્ટી ઓફ ધ ઈયર ૨૦૧૮ અને સુપર - ડુપર વેલકમ ૨૦૧૯ પાર્ટી નાઈટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ન્યુયોર્ક થીમ આધારે ગુજરાતમાં પ્રથમ એવા ન્યુઈયર આયોજનમાં લેસર શો, લાઇટિંગ ડાન્સ ફ્લોર અને લેડી બાઉન્સરની ચાંપતી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યુવાધને ૨૦૧૯ને વેલકમ કર્યું હતું. મોરબી - રાજકોટ હાઇવે ઉપર વિરપર નજીક આવેલ વિશાળ ડ્રિમલેન્ડ ફર્નવર્લ્ડમાં વિરલ આયોજન ઇવેન્ટ્સ એન્ડ પી.આર ના વિરલ પુરોહિત અને પી.જી.સ્ટારડમના પૂનમ ગજ્જર દ્વારા આગામી તા.૩૧ ડિસેમ્બરના રોજ લાસ્ટ બીગેસ્ટ પાર્ટી ઓફ ધ ઈયર ૨૦૧૮ અને સુપર - ડુપર વેલકમ ૨૦૧૯ પાર્ટી નાઈટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડી.જે. કપિલ જરા હટકે અંદાજમાં ન્યુયોર્ક થીમ બેઇઝ લાઈવ કોન્સર્ટનો જલસો કરાવ્યો હતો. મોરબી જ નહીં સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત યોજનાર ન્યુ ઈયર જલસા અંગે પી.જી.સ્ટારડમના પૂનમ ગજ્જરે જણાવ્યું હતું કે સંપૂર્ણ ફેમિલિયર માહોલમાં લાસ્ટ બીગેસ્ટ પાર્ટી ૨૦૧૮ અને વેલકમ ૨૦૧૯ના આયોજનમાં સુરક્ષા વ્યવસ્થાની ખાસ કાળજી રાખવામાં આવી હતી, તેમેજ મહિલાઓને કોઈ અવ્યવસ્થાનો સામનો કરવો ન પડે ઉપરાંત સમગ્ર આયોજનમાં સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી મિતેષ ભટ્ટની 1000 આઇસ સિક્યુરિટીને સોંપવામાં આવી હતી અને લેડી બાઉન્સર પણ વિશેષ તૈનાત કરવામાં આવ્યા હતા. વધુમા પૂનમ ગજ્જરે જણાવ્યું હતું કે અન્ય આયોજનથી તદ્દન અલગ એવા આ આયોજનમાં બૉલીવુડ સેલિબ્રિટી એન્કર મોરબીયન્સનું મનોરંજન કરાવી લાઈવ રેપ, જગલર, બીટ બોક્સિંગ, અમેરિકન વોકલ પૉપ, ઢોલ એન્ડ ડ્રમ સ્પેશિયલ પર્ફોમન્સની સાથે - સાથે ૬૦ × ૬૦ ના વિશાળ લાઇટિંગ ડાન્સફ્લોર ઉપર મોરબીયન્સને હાઇફાઈ સાઉન્ડના તાલે ઝુમવાનો મોકો મળ્યો હતો. આ ઇવેન્ટની સફળતા માટે અને મોરબીવાસીઓના મળેલા સારા પ્રતિસાદ બદલ લોકોનો અને સ્પોન્સરોનો આભાર વ્યક્ત કર્યો હતો.વેલકમ ૨૦૧૯ ઇવેન્ટના આયોજનમાં સમ્રાટ જવેલર્સ, સંતોષ સિલેક્શન, ફિઝિઓફિટ, સ્પાઈસી સ્પૂન રેસ્ટોરન્ટ, ચોકસી બ્રધર્સ, આઇકોન પબ્લિસિટી, ભવાની જ્યુસ આશાપુરા સ્ટીકર્સ, ઓમ સાઈ દાંડિયા કલાસીસ અને ફોનહાઉસનો સહયોગ પ્રાપ્ત થયો હતો અને ડ્રિમલેન્ડ ફર્નવર્લ્ડ રિસોર્ટના ઓનર ત્રિભોવનભાઈ પટેલ અને હાર્દિક પટેલ દ્વારા પણ વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી. https://youtu.be/IAEZBqxJrEc