વાંકાનેર : રાજકોટ રેન્જ આઇજી સંદીપસિંહની સૂચનાથી પીએસઆઈ એમ. પી. વાળા, રામભાઈ, રસિકભાઈ, સુરેશભાઈ, કૌશિક ભાઈ, શક્તિસિંહ અને પાલભાઈએ વાંકાનેરના રાતીદેવળી ગામે વાડી વિસ્તારમાં આજે વહેલી સવારે રેડ નાંખતા દારૂના હોલસેલ વેપારીઓમાં નાસભાગ મચી ગયેલ અને સ્થળ છોડી જતા રહેલ સ્થળ પરથી દારૂની ૧૦૬૨૦ બોટલો ઝડપી પાડવામાં આવેલ છે અને દારૂની હેરાફેરીમાં વાપરવામાં આવતી ગાડીઓ ઇનોવા, પીકઅપ અને એક મોટર સાઇકલ સ્થળ પરથી કબજે કરેલ છે. દારૂ અને ગાડીની કુલ કિંમત રૂપિયા ૪૮,૧૩,૩૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડી વાંકાનેર સિટી પોલીસ ખાતે રાખેલ છે. સ્થાનિક લોકો સાથે ચર્ચા કરતાં જાણવા મળેલ છે કે અહીં છેલ્લા ઘણા સમયથી રાત્રે ખટારા માં દારૂ ઉતારવામાં આવે છે અને ત્યારબાદ નાની નાની ગાડીઓમાં અહીંથી દારૂ વેચાણ માટે લઈ જવામાં આવે છે. આ દારૂનો અડ્ડો મૂળ વાંકાનેરના અને હાલ રાજકોટનો કુખ્યાત દારૂ નો વેપારી ફિરોજ સંધિનો હોવાની આશંકા છે. આ સમગ્ર મામલે આ દારૂ ક્યાંથી આવ્યો કોને આપવામાં આવતો હતો કોના કોના દ્વારા આ વેપાર ચલાવી રહ્યા હતા અને સ્થાનિક લોકોની આમાં શું સંડોવણી છે તે બાબતની વધુ તપાસ રાજકોટ રેન્જ આર.આર.સેલ પી.એસ.આઈ એમ.પી.વાળા ચલાવી રહ્યા છે રાજકોટ રેન્જની ટીમ દ્વારા આટલા મોટા પ્રમાણમાં સ્થાનિક જગ્યાએથી દારૂ ઝડપાતા વાંકાનેર સીટી પોલીસ અને મોરબી જિલ્લા એલસીબીની કાર્યવાહી પર પ્રશ્નાર્થ ઉદ્ભભવે છે કારણ આટલા મોટા પ્રમાણમાં દારૂનું કટિંગ થતું હોય તો સ્થાનિક પોલીસની મીઠી નજર સિવાય આ કામ શક્ય જ નથી