ભયજનક સૂચનાઓનુ બોર્ડ ન માર્યું હોવાથી અવારનવાર થાય છે અકસ્માત મોરબી: મોરબી-રાજકોટ હાઇ-વે પર કામ ચાલુ છે અને બન્ને બાજુ ખાડા ખોદ્યા છે, પરંતુ ક્યાંય ભયજનક ચેતવણીના બોર્ડ ન માર્યા હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાય છે. મોરબી સંદેશ ન્યુઝ ચેનલના રિપોર્ટર નિલેશ પટેલ શનાળા ગામ નજીક મોરબી-રાજકોટ હાઇ-વે પરથી પસાર થતાં હતાં ત્યારે તેમની ગાડી જીજે ૦૩ એચએ ૯૫૧૮ ક્યાંય ભયસુચક ચેતવણીના બોર્ડ ન હોવાને કારને ખાડામાં પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. તેમની ગાડીને ભારે નુકસાન થયું હતું, જોકે નિલેશભાઈને સામાન્ય ઈજાઓ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી-રાજકોટ હાઇ-વેનુ કામ ચાલુ છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે અહિયાં ઘણાં અકસ્માતો અવારનવાર સર્જાતાં રહે છે. ત્યાંથી પસાર થનાર માણસો પર અકસ્માતનુ જોખમ સતત રહે છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en