સાર્થક સેવા ગ્રુપ દ્વારા ૬૦૦ જેટલા જુના કપડાં , ધાબળા સહિતની ચીજવસ્તુઓ લોકો પાસેથી એકત્ર કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તેનું વિતરણ કર્યું મોરબી : મોરબીના સાર્થક સેવા ગ્રુપ દ્વારા ૬૦૦ જેટલા જુના કપડાં, ધાબળા અને અન્ય ચીજવસ્તુઓ લોકો પાસેથી એકત્ર કરીને તેનું જરૂરિયાતમંદોને વિતરણ કરવાની સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા સાર્થક સેવા ગ્રુપ દ્વારા લોકોને જુના કપડાં, ધાબળા, રમકડાં, સાલ અને વાસણ સહિતની ચીજ વસ્તુઓ જરૂરિયાતમંદોના લાભાર્થે આપવાની પહેલ કરવામાં આવી હતી. આ પહેલને લોકોએ હર્ષભેર સ્વીકારીને ઉદાર હાથે ચીજ વસ્તુઓ ગ્રૂપને અર્પણ કરી હતી. બાદમાં સાર્થક સેવા ગ્રુપ દ્વારા એકત્ર થયેલ ૬૦૦ જેટલા જુના કપડાં અને ધાબળા સહિતની ચીજ વસ્તુઓ રવાપર રોડ પદ આવેલ ઝૂંપડપટ્ટીમાં વિતરણ કરવામાં આવી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en