મોરબી : મોરબીના નર્મદા બાલ ગમ્મત ઘરમાં આયોજિત બાળકોની સંગીત સ્પર્ધામાં આગામી તા. ૫ના સેમિનાઇનલ તેમજ તા. ૬ના ફાઇનલ સ્પર્ધા યોજાનાર છે. મોરબીના સોનીબજાર ખાતે સ્થાયી નર્મદા બાલ ગમ્મત ઘરમાં સ્થાપના સમયથી જ રાજઘરાનાના ગાયકો દ્વારા સંગીત શીખવવામાં આવે છે. જેમાં પ્રથમ વખત બાળકોની સંગીત સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ હરીફાઈમાં આગામી તા. ૫ના રોજ સાંજે ૫:૩૦ કલાકે સેમિફાઇનલ તેમજ તા. ૬ના રોજ સાંજે ૫:૩૦ કલાકે ફાઇનલ સ્પર્ધા યોજાનાર છે. જેમાં પધારીને સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા સેક્રેટરી સી.પી. શાહ અને ચેરમેન નલિનકાંત પારેખ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.