એ ડિવિઝન પોલીસે રૂ. ૪ હજારનો રોકડ જપ્ત કરી મોરબી : મોરબીમાં જાહેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને એ ડિવિઝન પોલીસે પકડી પાડી રૂ. ૪ હજારની રોકડ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ગાંધીચોકમાં ગુરુકૃપા હોટેલની પાસે શ્રી રામ ગેસ્ટ હાઉસની સામે જાહેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હુસેન ઉંમર હાકડા અને ધર્મેન્દ્ર ચીમન વ્યાસને એ ડિવિઝન પોલીસે રૂ. ૪ હજારની રોકડ સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.