યુવાનોમા દેશ પ્રેમ અને સમાજ ભાવના જાગુત થાય એવા હેતુથી યોજાઈ છે આ સ્પર્ધા ટંકારા : આર્યસમાજ ટંકારાની યુવાપાંખ આર્યવીર દળ ટંકારા દ્વારા છેલ્લા ૩૪ વર્ષથી યોજાતી 'ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ઘા' નું ભવ્ય આયોજન આગામી ૭૦માં પ્રજાસતાક પર્વની પૂર્વ સંઘ્યાએ તા. ૨૫-૧-૧૯ ને શુક્રવારના રોજ રાખવામાં આવેલ છે. આ સ્પર્ઘાનો પ્રથમ રાઉન્ડ (ઑડિશન) તા. ૧૮-૧-૧૯, શુક્રવાર ના રોજ આર્યસમાજ (ત્રણ હાટડી) ખાતે રહેશે. પ્રથમ રાઉન્ડ (ઑડિશન)માં સિલેક્ટ થનાર સ્પર્ઘકોને ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈર્છતા યુવક યુવતી ઓએ સ્પર્ઘા' નું ફોર્મ 'આર્યસમાજ (ત્રણ હાટડી)' અથવા 'આર્ય ડેરી ફાર્મ - ટંકારા'એ થી મેળવી શકશે