મોરબી : મોરબી જિલ્લાના કોળી સમાજના પ્રમુખ સુરેશભાઈ શિરોહિયા દ્વારા કેબિનેટ મંત્રી તેમજ કોળી સમાજના ગૌરવ એવા કુંવરજીભાઇનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ તાજેતરમાં જસદણ વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીમા વિજય મેળવીને જસદણ પંથકમાં પોતાનો દબદબો યથાવત હોવાનું સાબિત કરી આપ્યું હતું. સાથે જસદણ વિધાનસભા વિસ્તારના કોળી તેમજ અન્ય સમાજે પણ કુંવરજીભાઇને ખોબલે ખોબલે મત આપીને હમેશા તેમની સાથે જ હોવાનું પુરવાર કરી બતાવ્યું હતું. ત્યારે કોળી સમાજના ગૌરવ સમાન કુંવરજીભાઇ બાવળિયાનું મોરબી જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ સુરેશભાઈ શિરોહિયા દ્વારા ફુલહારથી અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en