રાજકોટના મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારને સ્પષ્ટ સૂચના આપવા અથવા મોરબી જિલ્લા રજિસ્ટ્રારને કામગીરીનો ચાર્જ સોંપવા જિલ્લા પંચાયત પ્રમુખે માંગ કરી મોરબી : મોરબી જિલ્લામાં સહકારને લગતી કામગીરી પરિપત્ર મુજબ રાજકોટમાં કરવાની થતી હોય છે. પરંતુ રાજકોટમાં પણ આ કામગીરીનો ઉકેલ આવતો નથી. ત્યારે આ કામગીરી મોરબી જિલ્લા રજિસ્ટ્રારને સોંપવામાં આવે અથવા રાજકોટના મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારને સ્પષ્ટ સૂચના આપવામાં આવે તેવી જિલ્લા પંચાયત પ્રમુખે અધિક જિલ્લા રજિસ્ટ્રારને રજુઆત કરી છે. જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાએ રજુઆતમાં જણાવ્યુ કે નવરચિત મોરબી જિલ્લામાં સહકારને લગત કામગીરી માટે અરજદારોને રાજકોટ સુધી જવું પડે છે. રાજકોટ જવા છતાં ત્યાંથી કોઈ પણ કામગીરીનો ઉકેલ આવતો નથી. મોરબી જિલ્લાનું સેટ અપ મંજુર કરવા માટે રજુઆત પણ કરવામાં આવી હતી. બાદમાં પ્રત્યુત્તરમાં તંત્ર દ્વારા જણાવાયુ હતું કે સહકારને લગત કામગીરી માટે મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર રાજકોટ પાસે જવાનું રહેશે. પરંતુ હકીકતમાં રાજકોટ જવા છતાં પણ અરજદારોની કોઈ પણ કામગીરીનો અંત આવતો નથી. વધુમાં કિશોર ચીખલીયાએ જણાવ્યું કે મોરબી જિલ્લાની સહકારની લગત કામગીરી બાબતે મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર રાજકોટને મોરબી જિલ્લાની કામગીરી કરવા અંગે સ્પષ્ટ સૂચના આપવામાં આવે અથવા મોરબી જિલ્લા રજીસ્ટ્રારને આ કામગીરી સોંપવામાં આવે. અરજદારોને સહકારને લગત કામગીરી માટે પડતી હાલાકી વહેલી તકે દૂર કરવામાં આવે તેવી માંગ છે.