રક્તદાન કરીને ત્રણ જીંદગી બચાવો મોરબી: આગામી તારીખ ૫ જાનુઆરીને શનિવારે સવારે ૮ વાગ્યાથી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એમ. પી. પટેલ બી.એડ એન્ડ સાયન્સ કૉલેજ, જોધપર(નદી) ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે કેમ્પ એમ. પી. પટેલ કૉલેજમાં યોજાશે. આ કેમ્પમાં સર્વને રક્તદાન કરવા માટે અનુરોધ કરાયો છે. આ રક્તદાન કેમ્પ માટે 9979909998 અને 9429243189 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.