બાર્જમાંથી ડીઝલ કાઢીને માછીમારોને સસ્તાભાવે આપનાર બાર્જના 15 ડ્રાંઇવરો સહિત 20 શખસો પોલીસની પકડથી દૂર મોરબી : નવલખી બંદરે મધદરિયે બાર્જમાંથી બાર્જના ડ્રાંઇવરો અને માછીમારોની મિલીભગતથી ચાલતા ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ માળીયા પોલીસે આઠ શખ્સોને ગિરફ્તાર કર્યા છે.જોકે આ બનાવમાં હજુ બાર્જના 15 ડ્રાંઇવરો સહિત 20 આરોપીઓ ફરાર છે.આ બાકીના આરોપીની ધરપકડ કરવા પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદરે દરિયામાં બાર્જમાંથી ડ્રાંઇવરો ડીઝલ કાઢીને સસ્તા ભાવે માછીમારોને વેંચી દેતા હોવાનો નવલખી બંદરની શિપ કંપનીની તપાસમાં ભાંડફોડ થયા બાદ કંપનીના મેનેજરની ફરિયાદના આધારે માળીયા પોલીસે બાર્જના15 ડ્રાંઇવરો અને 13 માછીમારો સહિત 28 શખ્સો સામે ડીઝલ ચોરીનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.માળીયા પોલીસે આ ડીઝલ ચોરીના કૌભાંડમાં 28 આરોપીઓમાંથી ગુલામભાઈ જુસબભાઈ સાઈચા, ફિરોજભાઈ જુસબભાઈ સાઈચા, જાકિરભાઈ હબીબભાઈ સાઈચા,નસીરભાઈ હબીબભાઈ સાઈચા,હુસેનભાઈ અબ્દુલભાઇ ટાંક, મુસભાઈ ખમીસાભાઈ ટાંક અને ગફુરભાઈ ખમીસાભાઈ ટાંક રહે તમામ જુમવાડી,નવલખી બંદર માળીયા ને ઝડપી લીધો હતા.તેમજ બાકીના 20 આરોપીઓને ઝફપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.