પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવાને બદલે ભારતીય સંસ્કૃતિની ગરિમાને ઉજાગર કરી મોરબી : થર્ટી ફસ્ટની ઉજવણી હોય અને યુવાનોને ઘેલું ન લાગે એવું ન બને.ખાસ કરીને હમણાંથી વાય રહેલા પશ્ચિમી વાયરાનું આંધળું અનુકરણ કરીને યુવાનો મોજમસ્તી ધમાલ સાથે થર્ટી ફસ્ટની ઉજવણી કરતા હોય છે.ત્યારે મોરબીની ઓમ.વી.વી.આઇ.એમ. કોલેજના વિદ્યાર્થીઓએ છેવાડાની ગ્રામીણ શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપીને થર્ટી ફસ્ટની ઉજવણીમાં ભારતીય સંસ્કૃતિના સાચા મર્મને ઉજાગર કર્યો હતો. સર્વધર્મ સમભાવમાં માનતું મોજીલા મોરબી શહેરે તમામ તહેવારોની જેમ થર્ટી ફસ્ટની પોતપોતાની રીતે ઉજવણી કરીને નવા વર્ષને ઉમળકાભેર વધાવ્યું હતું. ખાસ કરીને યુવાનોમાં થર્ટી ફસ્ટની રંગીન ઉજવણી કરવાનો અનેરો ઉન્માદ છવાયો હતો.પરંતુ શિક્ષણને ખરા અર્થમાં આત્મસાત કરનાર મોરબીની ઓમ.વી.વી.આઇ. એમ.કોલેજના વિદ્યાર્થીઓને થર્ટી ફસ્ટની રંગીન ઉજવણીનો રંગ સ્પર્શી શક્યો ન હતો.આ કોલેજના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાઇ તે રીતે થર્ટી ફસ્ટની ઉજવણી કરી હતી.જેમાં વિદ્યાર્થીઓએ પોકેટમનીની રકમનો સદઉપયોગ કરી આ રકમમાંથી ગ્રામીણ વિસ્તારો વાધપર, નસીતપર, ગુલાબનગર, સહિતના ગામોની શાળાની મુલાકાત લઈ બાળકોને કલીપ બોર્ડ, પેન, પેન્સિલ, ચોપડા, સ્ક્રેચપેન, સહિત 200 જેટલી શૈક્ષણિક કિટનું વિતરણ કર્યું હતું. આ તકે કોલેજના પ્રિન્સિપાલ ધર્મેન્દ્ર ગડેશિયા,હિમાંશુ શેઠ, નિર્મિત કક્કડ સહિતના વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા. જ્યારે વિદ્યાર્થીઓના પ્રેરણાદાયી કાર્ય બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમતભાઈ પટેલ, નારૂભા જેઠવા અને ભવ્યદીપસિંહ જેઠવાએ અભિનંદન પાઠવ્યા હતા. [gallery ids='41778,41779']